ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગાંધીનગર જિલ્લામાં ઉવારસાદ- વાવોલ રોડ નજીક હિટ એન્ડ રનમાં આધેડનું મોત

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈ રાત્રીએ ઉવારસદ-વાવોલ રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ શરૃ કરી છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેર અને હાઈવે માર્ગો ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓ વધી છે ત્યારે ગઈરાત્રીએ ઉવારસદથી વાવોલ જવાના માર્ગ ઉપર દિવ્યફાર્મ પાસે પુરઝડપે જતી એક કારે અજાણ્યા આધેડને અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે આધેડનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જે ઘટનાના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરી હતી. જયારે અજાણ્યા આધેડની ઓળખ માટે પણ મથામણ શરૃ કરી છે.   

 

(5:13 pm IST)