ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગાંધીનગરમાં મોટા બંગ્લોઝમાં બંધ મકાનમાં તાળું તોડી તસ્કરોએ 66 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર તેમજ જીલ્લામાં દિવાળીના તહેવારો પહેલા હવે ઘરફોડ ચોરીની ઘટનાઓ પણ વધવાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે શહેર નજીક આવેલા કોબા ગામમાં નંદનવન બંગલોઝમાં તસ્કરો ટોળી ત્રાટકી હતી. આ ઘટના અંગે વિરલભાઈ રવિન્દ્રભાઈ ગુર્જર દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી કે તેમનું આ મકાન બંધ કરીને તેઓ ર૦૨૧થી અમદાવાદ ખાતે રહેતો હતો. નંદનવન બંગલોઝમાં ૫૯ નંબરનું તેમનું મકાન સાફસફાઈ કરવા માટે બે બહેનોને રાખવામાં આવ્યા હતા. દરમ્યાનમાં આજે સવારના સમયમાં બહેનો મકાન સાફ કરવા માટે આવ્યા ત્યારે આ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું હતું જેના પગલે વિરલભાઈને ફોન કર્યો હતો. તેઓ હાઈકોર્ટથી સીધા મકાન ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનમાં બેડરૃમના દરવાજાનું તાળું પણ તુટેલું હતું અને તિજોરીનો દરવાજો પણ તોડવામાં આવ્યો હતો. જેમાંથી ૬૬ હજાર રૃપિયાની રોકડની ચોરી થઈ હતી. આ અગાઉ તસ્કરોએ ૩૧ જુલાઈએ પણ આ જ મકાનને નિશાન બનાવ્યું હતું. આ ચોરીની ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા તપાસ શરૃ કરી હતી. 

(5:11 pm IST)