ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટસ ક્લબ-આણંદ દ્વારા આયોજિત અને એસજીવીપી ગુરુકુલમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જીલ્લા પંયાયત ક્રિકેટ ટીમે વિજેતા

અમદાવાદ, ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટસ એન્ડ રિક્રિએશન ક્લ્બ આણંદ દ્વારા આયોજિત અને  એસજીવીપી ગુરુકુલ અમદાવાદના યજમાન પદે ક્વાર્ટર ફાઇનલ અને સેમિ ફાઇનલ ટુર્નામેન્ટનું આયોજન  કરવામાં આવેલ.    તાજેતરમાં નવસારી ખાતે સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન  કરવામાં આવેલ. જેમાં કવાર્ટર ફાઇનલમાં 8 ટીમો આવેલ,  

જેમાંથી ક્વાર્ટર ફાઇનલ અને સેમિ ફાઇનલ ટુર્નામેન્ટ એસજીવીપી ગુરુકુલ અમદાવાદના ક્રિકેટ મેદાનમાં  રમાયેલ.  જેમાં ફાઇનલમાં વલસાડ જીલ્લા પંયાયત અને સુરત જિલ્લા પંયાયત વચ્ચે રમાયેલ મેચમાં વલસાડ  જિલ્લા પંચાયત પોતાના દાવમાં 124 રન બનાવેલ જ્યારે સુરત જિલ્લા પંયાયતે પોતાના દાવમાં 121 રન  બનાવતા વલસાડ જિલ્લા પંયાયત વિજેતા થયેલ છે.   

વિજેતા ટીમને ગુજરાત રાજ્યના વિકાસ અધિકારી દિપફુમાર, અમદાવાદના ડી,ડી.ઓ.ડો.અનિલભાઇ  ધામેલિયા અને ગુરુકુલ હોસ્ટેલના સંચાલક શ્રી કુંજવિહારીદાસજી સ્વામીના હસ્તે વિવેકાનંદ ચેમ્પીયન ટ્રોફી  એનાયત કરવામા આવી.   

આ ફાઇનલ ટુર્નામેન્ટમાં જિજ્ઞેશકુમાર પટેલ 24 રન બનાવતા મેન ઓફ ધ મેચ રહેલ છે. જ્યારે મેન  ઓફ ધ સીરીઝ રોહિતકુમારે 20 રન કરેલ.જ્યારેસુરતના મેન ઓડફ ધ સીરીઝ હિરેન ચૌધરીરહેલ છે. અને  વલસાડના બેસ્ટ બોલર તરીકે વિષ્ણુકુમાર રહેલ છે. 

આ પ્રસંગે ગુજરાજ રાજ્ય પંચાયત સ્પોર્ટ ક્લબના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા,મહામંત્રી નિલેશભાઇ  પટેલ,ઉપપ્રમુખ ગણપતભાઇ સંગઠન મંત્રી આર,જી પટેલ,તેમજ અન્ય હોદેદારો કલ્પેશભાઇ પટેલ.પરેશભાઇ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 am IST)