ગુજરાત
News of Tuesday, 26th October 2021

ભારત તિબ્‍બત સંઘ યુવા વિભાગના પ્રદેશ પ્રમુખ પદે ચિરાગ શેટ્ટે નિમાયા

રાજકોટ,તા. ૨ : ભારત અને તિબ્‍બતના ધાર્મિક, સાંસ્‍કૃતિક, ભૌગોલિક અને રાષ્‍ટ્રીય સુરક્ષા મુદે સામાજિક ક્ષેત્રે કરતી ભારત તિબ્‍બત સંઘ સંસ્‍થા દેશના બૌધ્‍ધિક વર્ગ દ્વારા સંચાલીત સ્‍વેદીશ અપનાવો અને કૈલાશ માનસરોવર મુકિત માટે સમગ્ર દેશમાં કાર્યાન્‍વિત છે.
સમાજના વિવિધ વર્ગને જાગૃત કરીને રાષ્‍ટ્રીય વિકાસ, ધાર્મિક-સાંસ્‍કૃતિક વિકાસ અને સુરક્ષામાં સિંહ ફાળો આપવા પ્રયત્‍નશીલ બી.ટી.એસ. સંગઠનના રાષ્‍ટ્રીય અને ગુજરાત પ્રાંતના હોદેદારોએ સર્વ સંમતિથી બિટીએસ યુવાના પ્રદેશ અધ્‍યક્ષ તરીકે ચિરાગ શેટ્ટેની વરણી થઇ છે. ચિરાગ શેટ્ટે કર્ણાવતી મહાનગરમંત્રી અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે એ.બી.વી.પી.માં ફરજ નિભાવી ચુકયા છે. ભારતીય જનતા યુવા મોરચાના ખોખરા વોર્ડના અધ્‍યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અને સાથે જ બી.ટી.એસ યુવા વિભાગ અધ્‍યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સમગ્ર દેશને કાર્યક્ષેત્ર બનાવી સેવા, શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે કાર્ય કરતા ડો.અર્જુન દવેની બિટીબેસ યુવા વિભાગ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરી છે. આ તકે બિટીએસના રાષ્‍ટ્રીય અને પ્રાંત અધિકારીઓએ ડો. અર્જુન દવે અને ચિરાગ શેટ્ટેને અભિનંદન પાઠવ્‍યા છે. ભાવેશ જોશી, ડો. મૃણાલિની ઠાકર, ડો.કાશ્‍મીરા મહેતા અને અન્‍ય પદાધિકારીઓને તેઓની નિમણુંકથી યુવાનો સુધી રાષ્‍ટ્રીય મુદ્દાઓ સાથે બિટીએસ જલ્‍દી પહોંચી શકશે. એવી આશા વ્‍યકત કરી છે.

 

(11:17 am IST)