ગુજરાત
News of Tuesday, 26th October 2021

પૂર્વ મંત્રીઓના અંગત સચિવ પદેથી મુકત થયેલા અધિક કલેકટરોની નવી નિમણુકો

એન.એસ.ડોડિયા વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં : બ્રહ્મભટ્ટ કચ્છ ડી.આર.ડી.એ.માં: સી.એમ.ત્રિવેદી ગાંધીનગરમાં ડે.મ્યુ. કમિશનર : એમ.જે.પંડ્યા એટીવીટીમાં

ગાંધીનગર,તા. ૨૬ : રાજ્ય સરકારે ૮ GAS કેડરના અધિકારીઓની બદલીના આદેશો કર્યા હતા જેમાં રૂપાણી સરકારમાં CMOથી લઇને મંત્રીઓને ત્યાં કામ કરનારા અને હાલમાં GAD હવાલે રહેલા ૬ GAS સહિત કુલ ૧૪ અધિકારીઓને કલેકટરેટ, કમિશનરેટ અને વિભાગોમાં નિયુકિત અપાઇ છે.

 આઠ સિનિયર GAS પૈકી તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ત્યાં અંગત સચિવ રહેલા સી.એમ.ત્રિવેદીને ગાંધીનગર કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુકત કરાયા છે. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ત્યાં કાર્યરત એન.એસ.ડોડિયાને ટ્રાન્સપોર્ટ કમિશનરેટમાં OSD, ડી.જી.મહેતાને સરદારનગર ટાઉનશીપ, અમદાવાદમાં મુકાયા છે. પૂર્વમંત્રી વિભાવરીબેન દવેના અંગત સચિવ ડી.કે. બ્રહ્મભટ્ટને કચ્છ ડી.આર.ડી.એ. માં મુકાયા છે.

પૂર્વ મંત્રી કૌશિક પટેલને ત્યાં કાર્યરત એચ.પી.પટેલને જીઓલોજી કમિશનરેટમાં એડિશનલ ડાયરેકટર, પૂર્વ મંત્રી ગણપત વસાવા સાથે કામ કરનારા એસ.પી. ભગોરાને પંચમહાલ ખાતે ટ્રાયબલ એરિયા સબ પ્લાનના પ્રોજેકટ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ મંત્રી રમણ પાટકરના અંગત સચિવ મુકેશ પંડ્યાને મહેસુલ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુકત કરાયા છે.

(10:36 am IST)