ગુજરાત
News of Tuesday, 26th October 2021

બનાસકાંઠામાં દિયોદરના સુરાણા પાસે ગાડી પલ્ટી મારતા વૃદ્ધ મહિલાનું કરૂણમોત

કૂતરો વચ્ચે આવતાં ગાડી પલટી મારી ગઈ: ડ્રાઈવરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો

બનાસકાંઠામાં દિયોદરના સુરાણા પાસે અકસ્માતની ઘટના પણ બની છે. કૂતરો વચ્ચે આવતાં ગાડી પલટી મારી ગઈ હતી. દિયોદરની 60 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ડ્રાઈવરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. મૃતકના પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(9:43 pm IST)