ગુજરાત
News of Tuesday, 26th October 2021

રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન -૨૦૨૧ અંતર્ગત અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી નો તા.૨૨,૨૩,૨૪ ઓક્ટોબરે પ્રશિક્ષણ વર્ગ યોજોયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી , મીડીયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે , રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન -૨૦૨૧ હેઠળ અમદાવાદ જીલ્લા ભારટીય જનતા પાર્ટીના ત્રી - દિવસીય ૨૨,૨૩,૨૪ ઓકટોબર નિવાસી અભ્યાસ વર્ગ નુ પ્રેરણાપીઠ પીરાણા ખાતે સમાપન થયું . પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ તા .૨૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના ઉદ્ઘાટન સત્ર થી પ્રારંભ થયેલો ત્રણ દિવસના આ અભ્યાસવર્ગમાં આપણી કાર્ય પધ્ધતિ - સંગઠન સંરચનામાં આપણી ભુમિકા , આપણો વિચાર આપણો પરિવાર , ભાજપ નો ઈતિહાસ અને વિકાસ , વ્યકિત્વ વિકાસ , કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલ્બધિઓ , જેવા વિવિધ વિષયો થી ૧૫ સત્ર માં યોજાયો . પ્રશિક્ષણ વર્ગના છેલ્લા દિવસે અંતિમ સત્રમાં પુર્વ સાંસદ જયશ્રીબેન પટેલે ૨૦૧૪ પછી ભારત ની રાજનીતીમાં આવેલ બદલાવ વિષય લીધો હતો . અંતિમ દિવસે પુર્વ કેબીનેટ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા . સમગ્ર વર્ગ દરમ્યાન જીલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી બાપુ , પ્રભારી  વર્ષાબેન દોશી , પૃથ્વીરાજભાઈ પટેલ , વર્ગ ના પાલક કેશુભાઈ પટેલ , ઘારાસભ્ય બાબુલાલ જે.પટેલ હાજર રહયા હતા . તેમજ જીલ્લા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્ર્મો ની ઝાંખી કરાવતા બેનર્સ ની પ્રદર્શની બનાવવામાં આવી હતી જનસંઘ થી ભાજપ સુધીની પક્ષ ની યાત્રા ની એક પ્રદર્શની બનાવવામાં આવી હતી , જે કાર્યકર્તા ના ધડતર માટે ઉપયોગી થશે . અને જીલ્લામાંથી આશરે ૧૭૦ જેટલા શિક્ષાર્થી એ હાજરી આપી હતી . અને આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનુ જીલ્લા ભાજપ ની ટીમે સફ્ળ આયોજન કર્યું હતું .

(9:29 pm IST)