News of Monday, 26th October 2020
અમદાવાદ : ટ્રેનોમાં મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા મારી સહેલી અભિયાન શરૂ કરવામાં આવ્યું
અમદાવાદ: ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા સુનિચ્છિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 'મારી સહેલી' અભિયાન હેઠળ અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ-આગ્રા કેન્ટ બે ટ્રેનોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ટ્રેનમાં એકલી કે બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાની જવાબદારી આરપીએફની મહિલા અધિકારીઓ ઉપાડી લેશે. અસામાજિક તત્વોનો ત્રાસ સહન ન કરવો પડે, મુસાફરી દરમિયાન કોઇપણ પ્રકારની મુંઝવણ, અસુરક્ષા કે હેરાનગતિનો ભોગ બનવો ન પડે તે માટે દરેક ડિવિઝનમાં મહિલા સ્કવોર્ડ દ્વારા મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
(6:43 pm IST)