ગુજરાત
News of Sunday, 26th September 2021

કોઠારાની પીડિત મહિલા દર્દી ની વ્હારે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપળા આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોઠારા ગામની એક મહિલા દર્દીને ડિલિવરી ટાણે લોહીની તાતી જરુર હોય રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખનો સંપર્ક કરતાં જરૂરીયાત મુજબનાં લોહીની તાત્કાલિક વ્યવસ્થા કરી આપતાં પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં કોઠારા ગામના મહિલા દર્દી હીનાબેન વિપીનભાઈ બારીયાને ડિલિવરી ટાણે લોહીની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી જેના પગલે હીનાબેનનાં પરિવારે જરીયાત મુજબનાં લોહી ચઢાવાની વ્યવસ્થા માટે રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપલાનાં પ્રમુખ અમિતભાઈ વાસવાનો સંપર્ક કર્યો હતો,ત્યારબાદ રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અમિતભાઈ વસાવા પીડિત મહિલા દર્દીની મદદે આવ્યાં હતાં અને હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહેલી પીડિત મહિલા દર્દી હીનાબેન બારીયાને જરીયાત મુજબનું લોહી ચઢાવવાં માટે લોહીની વ્યવસ્થા કરી આપવા અંગે ટ્રસ્ટના સેવાકાર્ય સાથે જોડાયેલ સેવાભાવી નયનભાઈ ભૈયાએ પીડિત મહિલા દર્દીને તાત્કાલિક લોહી પુરું પાડયું હતું. રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમ સાથે જોડાયેલા તમામનો મહિલાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકિય માનવતાવાદી કાર્યની ભારોભાર પ્રશંસા કરી હતી.

(9:52 pm IST)