અમદાવાદના મણીનગરમાં ચાલુ બાઈકે ખીસ્સામાં રહેલો મોબાઈલમાં બ્લાસ્ટ:યુવક ગંભીર રીતે ઘાયલ
બાઈક સવાર ઋષિને ઇશનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફાયર સ્ટેશન સામેથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો તેવામાં અચાનક બાઈક સવાર નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી આસપાસમાં લોકો દોડી આવ્યા હતા. લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઈક સવારના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે તે નીચે પટકાઈ ગયો અને તેમને ગંભીર ઈજાઓ થઈ છે અને બ્લાસ્ટ થવાના કારણે દાઝી પણ ગયા છે.
લોકો એ તરત 108માં ફોન કરી બોલાવ્યા અને બાઈક ચાલકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાઈક સવાર નું નામ ઋષિ હોવાનું સામે આવ્યું છે અને જેમને ઈશનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સાવવાર માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મળી તે પ્રમાણે ઋષિ ભાઈ ના હાથ માં ખુબજ ગંભીર ઈજાઓ થઈ છે જેથી ડોક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી છે.