નાની-મોટી દમણને જોડતો બ્રીજ પરથી યુવકની લગાવી મોતની છલાંગ
બ્રીજ ઉપર બાઇક પાર્ક કરી કૂદી પડતા ફાયરની ટીમે અને પોલીસ ટીમે શોધખોળ હાથ ધરી
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નાની દમણ અને મોટી દમણને જોડતો રાજીવ ગાંધી સેતુ બ્રીજ ઉપરથી શનિવારે રાત્રે એક અજાણ્યો યુવક મોતની છલાંગ લગાવી હતી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ડૂબેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરાઇ હતી રાજીવ ગાંધી સેતુ બ્રીજ ઉપર શનિવારે રાત્રે એક અજાણ્યો યુવક બાઇક નંબર Gj 15 Dk 6085 લઇને આવ્યો હતો અને બાઇકને સાઇડમાં પાર્ક કર્યા બાદ યુવકે બ્રીજ ઉપરથી મોતની છલાંગ લગાવી દેતા કેટલાક અવરજવર કરતા વાહનચાલકોએ તેને જોઇ પાડતા તાત્કાલિક દમણ પોલીસને જાણ કરી હતી દમણ પોલીસ અને ફાયર વિભાગને બનાવ અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે મોડી રાત સુધી મોતની છલાંગ લગાવનારા અજાણ્યા યુવકની શોધખોળની કાર્યવાહી હાથ ધરાઇ હતી