ગુજરાત
News of Saturday, 26th September 2020

દેડીયાપડા થી લાઇસન્સ વગરની દેશી પિસ્ટલ અને મો.સા. સાથે એકને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના હેઠળ એલ.સી.બી. નર્મદા ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ અને પીએસઆઇ સી.એમ. ગામીત અને ટીમે મળેલી બાતમીના આધારે નર્મદા એલ.સી.બી.ટીમે સ્વામી નારાયણે હોટલ ની સામે રોડ ઉપર,ડેડીયાપડા પાસેથી પ્રિતમદાસ મગનભાઇ વસાવા (રહે.નદી ફળીયુ ઘાટોલી તા. ડેડીયાપાડા જી નર્મદા) પાસેથી લાયસન્સ પરવાના વગરની એક દેશી હાથ બનાવટ ની લોખંડની પિસ્ટલ કી.રૂ.૧૦,૦૦૦ તથા મો.સા-૧ કિ.રૂ.૩૦,૦૦૦-મળી કુલ કિ.રૂ.૪૦.૦૦૦.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તથા આ પિસ્ટલ તેને તેના કાકા ચંદ્રસિંગ હિરાભાઇ વસાવા રહે.ઘાટોલી તા.ડેડીયાપાડા એ આપી હોવાનું જણાવતા એલ.સી.બી. પોલીસે પિસ્ટલ આપનાર ચંદ્રસિંગ વસાવા ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(7:59 pm IST)