ગુજરાત
News of Saturday, 26th September 2020

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં મુંબઈની યુવતી સાથે લગ્ન કરી દહેજ પેટે પૈસા માંગી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના સીટીલાઇટ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સાથે લગ્ન કરનાર મુંબઈ મરીન લાઈન્સના શેરબ્રોકરે 13 વર્ષ અગાઉ લગ્ન કર્યા બાદ માત્ર દોઢ વર્ષમાં જ માતા-પિતા સાથે મળી પત્નીને ત્રાસ આપવા માંડયો હતો અને તેની સાથે કામવાળી જેવું વર્તન કરતો હતો.

દહેજ પેટે રૂ.23 લાખ લીધા બાદ પણ ત્રાસ ગુજારનાર પતિ,સાસુ-સસરાએ ત્રણ વર્ષ અગાઉ લગ્નની એનિવર્સરીનાં દિવસે પણ ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતા એક વર્ષ અગાઉ 7 વર્ષીય પુત્રીને લઇ સુરત પિયરમાં રહેવા આવી ગયેલી પરિણીતાએ છેવટે પતિ, સાસુ-સસરા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(5:33 pm IST)