ગુજરાત
News of Saturday, 26th September 2020

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં વહેલી સવારે 12 ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

છોટાઉદેપુર:જિલ્લાના પાવીજેતપુર તાલૂકાના કૉસુમ ગામે આજેવહેલી સવારે 12 ફૂટ લંબો અજગર દેખાતા,, લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી આ અજગર ફરતો હોવાની જાણકારી ગ્રામજનો પાસે હતી પરંતુ તે દેખાતો ન હતો. દરમિયાનમાં આજે સવારે ગામના પાદરે લોકોએ આ અજગર દેખાતા ગભરાટ ફેલાયો હતો. 12 ફૂટ લાંબો અજગર જોઈને ગ્રામજનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

ગામલોકો દ્વારા 12 ફૂટ લાંબા અજગરની જાણ વનવિભાગને કરતા વનવિભાગના કર્મી ઉમેશ રાઠવા ઘટના સ્થળ પર પહોંચી અજગરને જીવતો પકડી પાડવા સતત અડધો કલાક મહેનત કરી હતી, ત્યારબાદ 12 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી સલામત રીતે નજીકના જંગલમા છોડી મૂકાયો હતો.

(5:32 pm IST)