ગુજરાત
News of Saturday, 26th September 2020

૧૪મી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ઐતિહાસિક રહ્નાઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ૩૭૦૦ કરોડની સહાય યોજના જાહેર કરીઃ સત્રમાં ગુંડાગીરી નાબુદી માટે પાસામાં સુધારો, ગણોત ધારો, ઍપીઍમસી ઍક્ટ, મહેસૂલી સુધારા અને મત્સ્ય ઉદ્યોગના કાયદામાં સુધારા સહિત ૨૦ જેટલા વિધેયકો મંજૂરી કરી કાયદાનું સ્વરૂપ અપાયુઃ સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાઍ વિધાનસભા સંપન્ન થવાના પ્રસંગે આપેલુ ભાવવિભોર નિવેદન

ટૂંકી મુદ્દતના ૯ પ્રશ્નો અને તાકીદની જાહેર બાબતો સંદર્ભે ૨ નોટીસ પર ચર્ચા-વિચારણાઃ કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને પ્રોત્સાહીત કરવા સરકારી સંકલ્પઃ શ્રેષ્ઠ જનપ્રતિનિધીને સન્માનીત કરવા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ધારાસભ્યોનું ઍવોર્ડથી સન્માનઃ ૨૦૧૯માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવા, ૨૦૨૦માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગીઃ છેલ્લા દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું વધુ સર્જન થાય તે માટે નવી ઉદ્યોગનીતિનો પ્રસ્તાવ રજૂ થયો

ગાંધીનગરઃ સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા. ૨૧ મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું ચૌદમી ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર ગઈકાલે ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયું છે. આ સત્ર દરમિયાન  નાગરિકો સહિત ખેડૂતો માટે જનહિતકારી અને જનસુરક્ષા અંગે અનેકવિધ ઐતિહાસિક નિર્ણયોને લગતા કાયદાઓ મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સત્રની પ્રથમ બેઠકમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી પ્રણવ મૂખર્જી, કોરોનાને કારણે અવસાન પામેલ કોરોનાવોરિયર્સ તથા પ્રજાજનો અને નવ જેટલા દિવંગત ધારાસભ્યશ્રીઓને શોકાંજલી આપતો પ્રસ્તાવ ગૃહના નેતા અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્ધારા લવાયો જેમાં વિપક્ષના નેતાશ્રી સહિતના ધારાસભ્યશ્રીઓએ ભાગ લઈ શ્રદ્ધાંજલી અર્પી હતી.

તેમણે ઉમેર્યું કે, આ જ દિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોના હિત માટે નિયમ ૪૪ હેઠળ  અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા પાક નુકસાન સંદર્ભમાં માન.મુખ્યમંત્રીશ્રી રૂ. દ્ધારા ૩૭૦૦ કરોડનું  રાહત પેકેજ જાહેર કરાયું જેનો અંદાજે સત્તાવીસ લાખ ખેડૂત ખાતેદારોને લાભ થશે. 

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે,કોરોનાના કપરાકાળમાં પોતાના જીવ દાવ પર લગાવીને  કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે રાજ્યના તબીબો – ખાનગી તબીબો- મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ- સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓએ કોરોના વોરિયર્સ તરીકે શ્રેષ્ઠ ભૂમિકા અદાઅ કરી હતી. આવા કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ તથા સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્ધારા સરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યો જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,  વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ અનેક ધારાસભ્યોશ્રીઓએ ભાગ લઈને આ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી. જે વિધાનસભાના ઈતિહાસમાં કોઈ સરકારી સંકલ્પ પર અઢી કલાક જેટલી ચર્ચા થયાનો પ્રથમ વખત પ્રસંગ બન્યો છે. 

કોરોનાના આ સંકલ્પની ચર્ચામાં ભાગ લેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, આપણે સૌ જનપ્રતિનિધિઓ પક્ષાપક્ષીથી પર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે અને ગુજરાત જીતશે. વિશ્વમાં સો વર્ષ બાદ આ વૈશ્વિક મહામારી આવી છે જેને નાથવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હિંમતભર્યા નિર્ણયો કર્યા જેના પરિણામે કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ. ગુજરાત સરકારે પણ કોરોનાને નાથવા માટે સઘન આયોજન કર્યું. રાજ્ય સરકારની  હકારાત્મક નિતી ના પરિણામે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સંક્રમણ અટકાવી શક્યા છીએ. આ કાળમાં સરકારની પહેલી જવાબદારી એ છે કે સંક્રમણ ઓછું ફેલાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા કરવી અને બીજી જવાબદારી સંક્રમિતોને પૂરતી સમયસર સારવાર આપવી એ અમે સુપેરે નિભાવી છે. જેના પરિણામે રાજ્યમાં સંક્રમણ અટકાવી શક્યા.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતુ કે, માનવમાત્રની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે. કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં નાગરિકોને સારવાર આપવા માનવતાની હાકલ ઉપાડીને રાજ્યના કોરોના વોરિયર્સે જે શ્રેષ્ઠ કામગીરી કરી તે બિરદાવવા લાયક છે. લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય કોઈ વહીવટીતંત્રએ કલ્પના પણ ન કરી હોય એવી એક સદી પછી આવેલી આ મહામારીમાં સમગ્ર દુનિયા પ્રયાસો કરી રહી છે ત્યારે ગુજરાતે પ્રસંશનીય કામગીરી કરી છે જેની સુપ્રિમ કોર્ટે પણ નોંધ લઈ ને ગુજરાતની સારવર પદ્ધતિને અપનાવવા અન્ય રાજ્યોને અનુરોધ કર્યો છે.

સંસદીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સંકલ્પમાં સહભાગી થતા જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીને કારણે ૧૩૫ કરોડની વસ્તીવાળો દેશ ઓછામાં ઓછી જાનહાનિ સાથે આ યુદ્ધ લડી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે કરેલી કામગીરીના પરિણામે નાગરિકોને ત્વરિત સારવાર આપણે આપી શક્યા છીએ. એટલુ જ નહિ લોકડાઉનના ગાળામાં પણ ગુજરાતનો એક પણ ગરીબ માનવી રાત્રે ભૂખ્યો ન સૂવે તેની પણ અમે ચિંતા કરી હતી અને આવા પરિવારોને રાશન વિનામૂલ્યે પૂરું પાડ્યું છે. લોકડાઉનના અમલમાં પણ અમારા પોલીસ તંત્રએ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડીજીટલ પેટ્રોલીંગ – સર્વેલન્સ ને પરિણામલક્ષી બનાવ્યું હતુ.

આ કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારની આવક ઘટી હતી. આવા સમયે મુખ્યમંત્રીશ્રી, વિપક્ષના નેતાશ્રી સહિતના તમામ ધારાસભ્યશ્રીઓના ૩૦ ટકા પગારકાપ અંગેનું વિધેયક પણ પસાર કરાયું હતુ. આ  ૩૦ ટકા કાપથી અંદાજે છ કરોડથી વધુની રકમ ની બચત થઈ તે કોરોનાની કમગીરીમાં વપરાશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, સત્રના બીજા દિવસે રાજ્ય સરકાર દ્ધારા રાજ્યના નાગરિકોને રંજાડતા  અસામાજિક તત્વોને નાથવા માટે અને તેઓને કડકમાં કડક સજા થાય તે હેતુસર ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતનું પાસા અંગેનું સુધારા વિધેયક રજુ કરીને પસાર કરવામાં આવ્યું હતુ. આ પાસાના કાયદામાં સુધારો કરી કાયદાની જોગવાઈઓ વધુ કડક બનાવી તેમાં વ્યાજખોરી, સાયબર ક્રાઈમ, જાતીય સતામણી, જુગારના અડ્ડા ચલાવવા  જેવી બાબતોનો સમાવેશ કરી અટકાયતની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિકોના  કલ્યાણને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે શ્રમિકોનું હિત અને ઉદ્યોગગૃહોને સવલતો સહિત ઉદ્યોગકારો અને શ્રમિકો વચ્ચે સુમેળ સધાય અને રાજ્યની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે જેના થકી રાજ્યમાં ઘરાઆંગણે વ્યાપક રોજગારીનું સર્જન થાય તે આશયથી  ચાર જેટલા  શ્રમ કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા.

મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, સત્રના ત્રીજા દિવસે રાજ્યમાં અસમાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને નાથવા માટે પ્રબળ રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિ થકી આવા તત્વો નેસ્તનાબૂદ થાય અને નાગરિકોને વધુ સલામતીનો અહેસાસ થાય તે આશયથી ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અંગેનું વિધેયક પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતુ. ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાને લગતા વિધેયકથી રાજ્યની શાંતિ, સલામતી છીન્ન ભિન્ન કરવાના બદ ઈરાદા ધરાવતા ગુંડા તત્વોને નેસ્ત નાબૂદ કરવાના રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર સાથે લાવવામાં આવેલ આ વિધેયકથી અસામાજિક તત્વો ખંડણી ઉધરાવનારા, કેફી ડ્રગ્સનો વ્યાપાર કરનારા તેમજ  દેહવિક્રયની પ્રવૃત્તિ જેવી સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિઓ પર  નોંધપાત્ર અંકુશ આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને સાતથી દસ વર્ષની સજાની જોગવાઈ, ખાસ અદાલતોની રચના તેમજ કેસ ચલાવવા ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક જેવી મહત્વની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

આ જ દિવસે લાખો હિંદુઓના આસ્થાનું પ્રતિક એવું જગતજનની મા જગદંબાનું બનાસકાંઠામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને સુખસુવિધાઓ પૂરી પાડવા તથા અંબાજીના આસપાસ આવેલા સ્થળોનો વિકાસ થાય તે આશયથી  અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે એક ઓથોરીટીની રચના કરતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો. આ કાયદાના અમલથી અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, સત્રના ચોથા દિવસે રાજ્યના ગરીબ પરિવારો સહિત નાના સીમંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે અને   ભૂમાફિયાઓને રાજ્યમાંથી નેસ્ત નાબૂદ કરવાના આશયથી તથા સરકારી જમીન, વ્યક્તિગત માલિકીની જમીનો, ખેડૂત જાહેર ટ્રસ્ટો તથા સ્થાનિક સત્તામંડળોની માલિકીની જમીનો પર  ધાકધમકીથી, છેતરપિંડીથી કબ્જો જમાવી બેઠેલા તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતું મહત્વનું વિધેયક ગૃહમાં પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કાયદા થકી ભૂમાફિયાઓમાં  ફફળાટ વ્યાપી  ગયો છે. આ કાયદામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને દસ વર્ષથી ઓછી નહિ અને ચૌદ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ ઉપરાંત આ જ દિવસે રાજ્યના નાગરિકોને સસ્તો અને ઝડપી ન્યાય ઘરાઅંગણે જ મળી રહે અને કોર્ટમાં રહેલી પેન્ડન્સી ઓછી થાય તે આશયથી  સ્મોલ કોઝ કોર્ટ કાયદામાં સુધારો કરતો કાયદો ગૃહમાં પસાર કરાયો છે. આ કાયદામાં કોર્ટ ફી ની  નાણાકીય હકુમતમાં વધારો કરી રૂપિયા પચીસ લાખની કરાઈ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે,સમગ્ર દેશમાં ગુજરાતે  ટેક્નોલોજીના માધ્યમ ધ્વારા મહેસૂલી ક્રંતિ કરીને ગુજરાત સરકારે મહેસૂલી સેવાઓ વધુ સરળ અને સુદ્રઢ બનાવી છે જેના પરિણામે લાખો નાગરિકો અને ખેડૂતોને મહેસૂલી દસ્તાવેજો ત્વરિત ઉપલબ્ધ બન્યા છે ત્યારે મહેસુલ વિભાગ ધ્વારા દસ્તાવેજ નોંધણીમાં પણ સુધારો કરવાના હેતુસર  રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો કરી મિલકત ધારકોના હકને વધુ સુરક્ષિત કરવા અને તેને આનુસંગિક જોગવાઈઓ માટે તથા નોંધણી રજીસ્ટારો મિલકત નોંધણીનો ઈનકાર કરી શકે તેને લગતી નવી જોગવાઈઓ કરતો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે,સત્રના પાંચમાં અને છેલ્લા દિવસે મત્સ્ય ઉદ્યોગ કાયદામાં સુધારો કરતુ વિધેયક પસાર કરાયું. આ સુધારાને કારણે ગુજરાતના સોળસો કિલોમીટર દરિયાકિનારા ની સુરક્ષા વધુ સઘન બનશે તેમજ અન્ય રાજ્યોના માછીમારો માછીમારી માટે ગુજરાતની દરિયાઈ સીમામાં પ્રવેશતા અટકશે. જેના થકી   ગુજરાતના માછીમારોને રોજગારીની વધુ તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત  આ જ દિવસે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા

(5:23 pm IST)