ગુજરાત
News of Saturday, 26th September 2020

રાજપીપળામાં ટ્રાફિક પોલીસે જાહેરનામા ભંગ બદલ પાંચ જગ્યાઓ પર વાહન ચાલકો સામે ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ટ્રાફિક પીએસઆઇ કે.એલ.ગલચર અને તેમની ટીમે કાળા ઘોડા સર્કલ,વડીયા જકાતનાકા સહિત ચારથી વધુ વ્યક્તિઓ બેસાડી જતા વાહનચાલકોને ઝડપી પાડ્યા હતા જેમાં રાજપીપળાના કાળા ઘોડા સર્કલ પાસે પોલીસે વાહનમાં ચાર થી વધુ માણસો બેસાડી જતા ત્રણ વાહનચાલકોને ઝડપી જાહેર નામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે વડીયા જકાત નાકા પાસે બે વાહન ચાલકો સામે પણ ચારથી વધુ માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો જેમાં ટ્રાફિક પીએસઆઇ કે.એલ. ગલચર તથા તેમની ટીમે કુલ-5 વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:30 pm IST)