પ્રોહીબીશનના બે ગુનામાં પોતાની ધરપકડ ટાળતો વોન્ટેડ આરોપીને ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરીક્રિષ્ણ પટેલ , પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપર વિઝન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે.પ્રોહી એક્ટ ના ગુનાના કામે ધરપકડ ટાળતો ચાલુ ગુનાના કામનો આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રાજપીપળા ખાતે હોવાની બાતમીના આધારે એલ. સી. બી.પોલીસ સ્ટાફનાં માણસો તેની વોચ દરમ્યાન પકડાઇ જતા ગુનાના કામે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .
ઉપરોકત આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી (રહે . જુનાકોટ રાજપીપળ નો બીલીમોરા પો.સ્ટે. ૨૦૨૦ પ્રોહી એક્ટના ગુનાના કામે પણ નામ ખુલેલ હોવાનું જાણવા મળતા બીલીમોરા પો.સ્ટે.ને જાણ કરવામાં આવેલ છે.