ગુજરાત
News of Saturday, 26th September 2020

છેતરપીંડી તથા ઠગાઇના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવ્રૂતી ઉપર અંકુશ લાવવા સારુ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી. એ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેતરપીંડી તથા ઠગાઇના આમલેથા પોલીસ સ્ટેશન ખાતે ના કુલ-૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપી અબ્દુલ રહીમ ગુલમનબી દિવાન( ઉ.વ.આ. ૩૬ )(હાલ રહે. રૂમ નં:૨૦૨, મોના કોમ્પલેક્ષ, એફ. એમ અમીન પેટ્રોલપંપ સામે, રાજપીપલા ચોકડી પાસે, અંક્લશ્વર તા .જી .ભરૂચ) ની પ્રવ્રુતિને ડામવા પો.ઈન્સ.એલ. સી.બી. દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાને મોકલતા આરોપી વિરૂધ્ધના ગુનાઓને ધ્યાન રાખી મેજીસ્ટ્રેટ નર્મદાનાઓને પાસા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા હુકમ કરતા આરોપી અબ્દુલ રહીમ ગુલમનબી દિવાનને એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(3:29 pm IST)