ગુજરાત
News of Saturday, 26th September 2020

પાટણના યાત્રાધામ ગણાતા વરાણા ગામ બન્યુ કોરોના હોટ સ્પોટઃ ર૪ કલાકમાં ૧૮ કેસ નોંધાયા

ગ્રામ પંચાયતો ૧૪ દિવસ લોકડાઉન જાહેર કર્યુ મંદિર સહિત આસપાસની તમામ દુકાનો બંધ કરાવી

(જયંતિભાઇ ઠક્કર દ્વારા) પાટણ તાા. ર૬ :.. પાટણ જીલ્લાનું ખોડલ માનું યાત્રાધામ  વચાણા ગામ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. ચોવીસ કલાકમાં કોરોના ના ૧૮ કેસ નોંધાતા સમગ્ર ગામમાં ભય અને ફફળાટની લાગણી વ્યાપી જવા પામી છે. ગામ પંચાયત દ્વારા વૈશ્વિક ૧૪ દિવસનું લોકડાઉન આપી દેવામાં આપ્યું છે. અને મંદિરના દરવાજાઓ બંધ કરી આજુબાજુની પ્રસાદીની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.

પાટણ જીલ્લામાં કોરોનાના ના કહેર  દિન-પ્રતિદિન વધી રહયો છે. પાટણ જીલ્લામાં ગઇ સાંજે ૩૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં સમી તાલુકામાં ૧૪, પાટણમાં ૯, ચાણસ્મા માં ૬, સિધ્ધપુરમાં ૩, રાધનપુર સાંતલપુરમાં એક-એક નોંધાયો છે. શહેર તેમજ હવે ગ્રામ્ય વિસ્તારો પણ કોરોના સંક્રમણના ભરડામાં આવી ગયા છે.

જયારે વઢીયારનું સુપ્રસિધ્ધ ખોડીયાર માનું વસણા ગામમાં કોરોનાનો રાફળો ફાટયો છે. વરાણા ગામને જોડતા નજીકના ગામોમાં પણ ભય પ્રસરી જવા પામ્યો છે. નાના ગામડાઓ પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાઇ ગયા છે. સામાજીક ડીસ્ટન અને માસ્ક પહેરવાની પુરી કાળજી લેવા લાગ્યા છે. કોરોના સંક્રમણ વધવાના ભયથી સમગ્ર આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયું છે.

એક તરફ કોરાનાના સંક્રમણે લોકોમાં ભય અને તનાવ વધારી મુકયો છે.

છેલ્લા માર્ચ માસથી કોરોના સ્વરૂપના નીત નવા રૂપરંગ માનવીની જીંદગી તણાવ ભરી બનાવી દીધી છે. બીજી તરફ લોકડાઉન બાદ ધંધા-રોજગારો ખોરવાતા મધ્યમ વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

(2:57 pm IST)