ગુજરાત
News of Saturday, 26th September 2020

ધરમપુર ચોકડી પાસે નેશનલ હાઇવે પર બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત:બાઈક સવારનું મોત

બાઈક ઉપર સવાર અન્ય એકને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો

ધરમપુર ચોકડી નજીકમાં નેશનલ હાઇવે પર બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મુંબઈ તરફ પલ્સર બાઈક ચાલક આઇસર ટેમ્પોમાં પાછળના ભાગેથી ધડકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય એકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

ધરમપુર ચોકડી નજીકમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર મુંબઈ તરફના ટ્રેક ઉપર પુરપાટ ઝડપે બીલીમોરા તાલુકાના ઊંડાચ ગામેથી પોતાની પલ્સર બાઈક ઉપર સવાર થઈને વાપી તરફ જઈ રહેલા ભાર્ગવ અમરત ભાઈ પટેલ તેમજ હર્ષલ વિનોદભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી નજીકમાં આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જતાં બન્ને યુવાનો ધડકા ભેર અથડાતાં ઘટના સ્થળે ભાર્ગવ પટેલનું મોત થયું હતું. જ્યારે બાઈકમાં સવાર હર્ષલ વિનોદ ભાઈ પટેલને હાઇવે ઉપર ફંગોળાઈ જતા હાથ, પગ અને માથાના ભાગ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટના બનતા હાઇવેથી જતા અનેક વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણકારી આપતા વલસાડ રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

(12:58 pm IST)