ગુજરાત
News of Saturday, 26th September 2020

સ્પાઈ એસોસિએશન દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ખાતે ફી વધારા બાબતે ચક્કાજામ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ અભ્યાસક્રમના નામે અવનવા રીતે સફેદ લૂંટના આક્ષેપ

અમદાવાદ :સ્પાઈ એસોસિએશન દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ખાતે ફી વધારા બાબતે ચક્કાજામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પાઈના પ્રમુખ હેમેન્દ્ર બાગડી, વિકાસ શર્મા, ગુજરાત NSUIના મહામંત્રી ગૌરાંગ મકવાણા વગેરે  જણાવે છે કે, રાજ્યમાં આવેલ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ અભ્યાસક્રમના નામે અવનવા રીતે સફેદ લૂંટ ચલાવી રહી છે.

  યુનિવર્સિટી દ્વારા B.Com અને BBA જેવા અભ્યાસક્રમોની ફી 10 લાખ રૂપિયા ઉપરાંત રાખેલા છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં B.Com અને BBAની ફી રૂપિયા 20000થી 40000 હોય છે. શું? ત્યારે અમદાવાદ યુનિવર્સિટીએ B.Com અને BBAની ફી 12 લાખ રૂપિયા રાખવાની મંજૂરી કોણે આપી છે? તેવો પ્રશ્ન આ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે

સ્પાઈ સંસ્થાના પ્રમુખનું કહેવું છે. તેમને જણાવ્યું છે કે, શુક્રવારે મહાત્મા ગાંધીના માર્ગે આંદોલન કર્યું છે, પરંતુ જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝના માર્ગે પણ આંદોલન કરશે.

(12:23 pm IST)