ગુજરાત
News of Saturday, 26th September 2020

ગુજરાતમાં મીડ-ડે મિલમાં લાભાર્થીઓના ખોટા આંકડાથી લઈને કેગના રિપોર્ટમાં રાંધવાના સામાનના ઉપયોગની ખામી ઉજાગર

લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં હેરાફેરી : દૂધની 270 થેલીઓમાંથી 142નો ઉપયોગ જ નહતો !

અમદાવાદ : કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)એ કેન્દ્ર સરકારની “મિડ-ડે મીલ” યોજનાના અમલમાં ગુજરાતમાં અનેક ખામી જોવા મળી છે. જેમાં લાભાર્થી વિદ્યાર્થિઓના ખોટા આંકડાથી લઈને ખાવાનું રાંધવાના સામાનનો ઉપયોગ ના કરવા સુધીની ખામીઓ સામે આવી છે.

ગુજરાત વિધાનસભા સમક્ષ શુક્રવારે CAGએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. CAGના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓની સંખ્યા કેન્દ્ર સરકારને વધારીને જણાવવામાં આવી છે

આ વાતનો ઉલ્લેખ CAGએ એટલા માટે કર્યો, કારણ કે રાજ્ય સરકારે યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા કરતાં વધારે આંકરો રજૂ કર્યો હતો. એવામાં ભોજન માટે અનાજ અને તેને રાંધવા પાછળ થતો ખર્ચ જરૂરિયાત કરતાં વધું ફાળવવામાં આવ્યો.હતો

 

ગુજરાતમાં મધ્યાહન ભોજનમાં સામેલ એક મુખ્ય “દૂધ સંજીવની” યોજના છે. જેને 2014-15માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂલના બાળકોને કુપોષણની સમસ્યામાંથી ઉગારવાનો હતો. આ યોજના અંતર્ગત સ્કૂલના બાળકોને અમૂલ દૂધ આપવામાં આવે છે.

 

CAGના રિપોર્ટમાં સામે આવ્યું કે, 2018માં આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પ્રતિદિન સરેરાશ સંખ્યા 91,489 રહી ગઈ છે. જે 2016માં સવા લાખ હતી.

કેગનું કહેવું છે કે, આદિવાસી બહુમતી ધરાવતા પંચમહાલ જિલ્લામાં પણ લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં આજ પ્રકારે ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પંચમહાલ જિલ્લાના સેહરા તાલુકાની મુલાકાતમાં સામે આવ્યું કે, પાંચ સ્કૂલોને આપવામાં આવેલી દૂધની 270 થેલીઓમાંથી 142નો ઉપયોગ જ નહતો કરવામાં આવ્યો. આટલું જ નહીં, સ્કૂલ પાસે તેને સુરક્ષિત રાખવા માટે કોઈ સુવિધા પણ નહતી. જેથી તેનો બીજા દિવસે ઉપયોગ કરી શકાય.

(12:17 pm IST)