ગુજરાત
News of Thursday, 26th September 2019

ગુરુ ભક્તિનું નૌતમ નજરાણું એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર

પુણ્યવંતી ગરવી ગુર્જર વસુંધરાના મેગાસિટી અમદાવાદના દક્ષિણે ઘોડાસરમાં આવેલું વિશ્વવિખ્યાત ગુરુભક્તિનું નવું નજરાણું એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર...

 લીલીછમ હરિયાળી વચ્ચે ધવલ - શ્વેત સંગેમરમર - આરસપહાણ પથ્થરોમાં કંડારાયેલ વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશીય પરંપરાનું  ચિરંતન નિવાસસ્થાન. નિત્ય, અખંડ, અવિનાશી અને શાશ્વત શાંતિનું દ્વિતીય નામ એટલે વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા  સ્મૃતિ મંદિર..... સ્મૃતિ મંદિર દાર્શનિક દ્રષ્ટિકોણનું દ્વિતીય નામ છે. સ્મૃમર્તિ મંદિરના પ્રથમ મજલે સમાધિ સ્થાને ધ્યાનમૂર્તિ ગુરુદેવનાં દિવ્ય દર્શન અને ચારેબાજુ તેઓશ્રીના જીવન કાર્યોની વિધવિધ જીવંતતાના અણમોલા દર્શનની ઝાંખી થાય છે. જાજરમાન મધ્યસ્થ મજલે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશીય પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના  આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય અને સૌમ્ય નયનરમ્ય મૂર્તિ ના દર્શન થાય છે.

ભારતીય, યુરોપિયન અને ઇસ્લામની ઉત્તમ કલાનો સમન્વય દિસે છે પણ, તેની રચના પાછળનો મૂળ ઉદ્દેશ તો ધર્મ અને આધ્યાત્મિકતાનો છે. શિલ્પાકૃત સ્તંભો, ઘુમ્મટ - ઘુમ્મટીઓ, સુશોભિત ગવાક્ષો અને વિશાળ પરિસરથી ૧૬ એકર ધરામાં સ્મૃતિ મંદિર અનુપમ સોહે છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર એટલે સત્યમ, શિવમ્ અને સુન્દરમ્નો વિરલ સુયોગ. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ચિરંતન સ્મૃર્તિ રહે તદર્થે આકાશને આંબીતી ગગનચુંબી ભવ્ય અને દિવ્ય શિખરબદ્ધ વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા  સ્મૃતિ  મંદિરની રચના કરી. અઢી દાયકાથી પણ વધુ મોક્ષ પ્રદાતા સ્થાનની ગરિમામાં સંખ્યાતીત શ્રદ્ધાળુઓના હૃદયમાં અભિવૃદ્ધિ થવા લાગી. અને તેથી તો તે જગ વિખ્યાત યાત્રાધામ તરીકે વિકસ્યું છે.

૨૮-૨૮ વર્ષોથી વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર આધ્યાત્મિક, સામાજિક અને સાર્વત્રિક દ્રષ્ટિકોણથી સોળે કળાએ ખીલી ઉઠયું છે. ગુરુ શિષ્યના અલૌકિક પ્રેમનું નૌતમ નવું નજરાણું - સ્મૃતિ મંદિર નૈમિષારણ્યથી અધિકાર બની ગયું છે. ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અનુગામી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે સાચા અર્થમાં ગુરુદેવના ચરણે પરાભક્તિનું પુષ્પ અર્પણ કર્યું છે.   પરાભક્તિના પ્રતિઘોષરુપે લાખો સંતો -ભક્તોનાં હૈયે ગુંજે છે:

सदैव स्मृति मंदिरस्य रम्ये,सुमंदिरे ही - अक्षरधाम तुल्ये.....

એજ પરમતીર્થ ધામ છે, જેને સંસ્કાર ભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે પોતાના હૈયે રાખ્યું છે. જેઓના દિવ્ય વ્યક્તિત્વ, કર્તૃત્વ અને સંતત્વથી ઘોડાસરમાં સોહતા સ્મૃતી મંદિરની અક્ષરધામ તુલ્ય શોભાને ચાર ચાંદ લાગ્યા છે. ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ મનુષ્યલીલા સંકેલી તિથિ ભાદરવા સુદ સાતમને અનુલક્ષીને સંવત ૨૦૪૭ની ભાદરવા સુદ સાતમ, તારીખ ૧૫--૧૯૯૧ ને રવિવારના મંગલ દિને ભારતના તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ માન્યવર ડોક્ટર શંકર દયાલ શર્માજી વગેરેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થયું હતું

એક દિવસ પદ્મશ્રી કે.કા.શાસ્ત્રીજી શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા. દૂરથી દર્શન કરતાંની સાથે અંતરમાં શાંતિનો શ્વાસ રેલેવા માંડે છે ને તરત તેમના હૈયેથી હર્ષોદ્ગાર  સ્રવી પડે છે કે તો વિશ્વ શાંતિ કેન્દ્ર છે.

 એવા વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરનો રજત મહોત્સવ ઉમંગોલ્લાસ સમગ્ર શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારે .. ૨૦૧૬ માં ઉજવ્યો હતો. ચાલું સાલે ૨૮ મો પાટોત્સવ તા.૨૭--૨૦૧૯ ને શુક્રવારે દેશ-વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરશે.

(3:17 pm IST)