ગુજરાત
News of Wednesday, 26th September 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભવ્ય એકતા રેલી યોજાઇ

ખેડાઃ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૃષોત્તમદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ શ્રી સ્વામિનારાયણ મંદિર-ખેડા આયોજીત શ્રી ઘનશ્યા મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્યાતિભવ્ય એકતા રેલી યોજાઇ હતી.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે એકતા રેલી પૂર્વે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરૃષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પહાર અર્પણ કર્યો હતો.

એકતા યાત્રામાં અઢારે આલેખે ભાગ લીધો હતો. ભારતની આન, બાન, શાન ઉન્નત રહે તેમજ ભારત દેશ અખંડિત થાય, વિભાજીત ન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન કટિબદ્ધ છે. આવા કાર્યક્રમોનું આયોજન ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જીવનમાં ભગવાનના વચનો ચરિતાર્થ કરશો તો જીવન ઉન્નત થશે. જે દેશમાં રહીએ છીએ તે ધરતીના વૃક્ષ વેલીનો ઉપયોગ કરીએ અને પર્યાવરણનું રક્ષણ કરીએ. જેમ કે રક્ષીસુ જળ જમીન અને જંગલ તો જીવન રહેશે સદા મંગલ.

રેલીમાં મુસ્લિમભાઇઓએ ખાસ રથ ખેંચી એકતાનું ઉદાહરણ પુરૃ પાડ્યું હતું.

મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ પાઠ, પ્રદક્ષિણા, જનમંગલ પાઠ, માળા-કિર્તન વગેરે યોજાયા હતા.

(6:15 pm IST)