ગુજરાત
News of Sunday, 26th July 2020

રાજ્યમાં કોરોનાનો આતંક : નવા રેકોર્ડબ્રેક 1110 કેસ : કુલ કેસની સંખ્યા 55,822 થયો : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 2326કોરોનાનો આતંક : નવા રેકોર્ડબ્રેક 1110 કેસ : કુલ કેસની સંખ્યા 55,822 થયો : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 2326 : રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મોત ના આંકળાઓમાં રોજનો તફાવત યથાવત

સુરતમાં સૌથી વધુ 299 કેસ, અમદાવાદમાં 162 કેસ, વડોદરામાં 92 કેસ, રાજકોટમાં 72 કેસ,અમરેલીમાં 39 કેસ,બનાસકાંઠામાં 35 કેસ, દાહોદમાં 30 કેસ, નર્મદામાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 24 કેસ નોંધાયા : રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મોતના આંકડામાં રોજનો તફાવત : વધુ 753 દર્દીઓ સાજા થતા કુલ 40365 લોકોએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ રેકોર્ડબ્રેક 1110 કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 21 લોકોના જીવ લીધા છે  આ સાથે  મૃત્યુઆંક 2326 થયો છે જોકે રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મોતના આંકડામાં રોજનો તફાવત જોવા મળે છે 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,131 આ એક્ટિવ કેસમાંથી 13,046 દર્દી સ્ટેબલ છે જ્યારે 85 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 753 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,365 લોકોએ કોરોનાને મ્હાત આપી આપી છે જ્યારે 2326 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 201 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 152 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 299 થયા છે  અમદાવાદ જિલ્લામાં  162 કેસ નોંધાયા છે વડોદરામાં 92 કેસ, રાજકોટમાં 72 કેસ,અમરેલીમાં 39 કેસ,બનાસકાંઠામાં 35 કેસ, દાહોદમાં 30 કેસ, નર્મદામાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 24 કેસ નોંધાયા છે

(7:52 pm IST)