ગુજરાત
News of Sunday, 26th June 2022

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન : સૌરાષ્ટ્રમાં પણ વરસાદે રમઝટ બોલાવી

વલસાડ, ધરમપુર,,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો:રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. અને આગમન સાથે ગુજરાતના અનેક શહેરોમાં જોરદાર પવન સાથે વરસાદ પડયો છે. જેના કારણે ગુજરાતના લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. તાપી જીલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો છે. વરસાદને કારણે નદી અને નાળા છલાકાયા છે. તાપીવાસીઓને વરસાદને કારણે ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો. તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યારા , વાપી , સુરત અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર,,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે.

(10:04 pm IST)