ગુજરાત
News of Sunday, 26th June 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના : છેલ્લા 24 કલાકમાં 420 નવા કેસ નોંધાયા:વધુ 256 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,16.719 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 9488 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2463 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 420 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 256 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.16.719 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.91 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 9488 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.12.15.807 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2463 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે,અને 2461 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 420 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 156 કેસ, સુરત કોર્પોરેશનમાં 79 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 59 કેસ,મહેસાણામાં 17 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 14 કેસ, સુરતમાં 13 કેસ, કચ્છ,રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 9-9 કેસ,નવસારીમાં 6 કેસ,અમદાવાદ, ભરૂચ અને ભાવનગર કોર્પોરેશનમાં 5-5 કેસ, રાજકોટ અને વડોદરામાં 4-4 કેસ, જામનગર કોર્પોરેશન અને ખેડામાં 3-3 કેસ, ગાંધીનગર, જૂનાગઢ કોર્પોરેશન, મોરબી,પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં 2-2 કેસ,તાપીમાં 1 કેસ નોંધાયો છે 

(8:30 pm IST)