ગુજરાત
News of Sunday, 26th June 2022

ધી વિરમગામ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક લી ની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સભાસદોના દીકરા દીકરી માંથી જો બોર્ડમાં કે યુનિવર્સિટીમાં પહેલા બીજા નંબરે આવશે તો તેમનુ દર વખતે સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ધી વિરમગામ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક લી ની 52મી વાર્ષિક સાધારણ સભા તારીખ  26 જુન 2022 ના રોજ પટેલ જ્ઞાતિની વાડીમાં યોજાઈ હતી. જેમાં બેંકના સર્વે ડિરેક્ટરો તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બેંકના ચેરમેન  દિલીપભાઈ પટેલે બેંકની સધ્ધરતા વધારવા બદલ સર્વે સભાસદો,ગ્રાહકો તથા સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર ધીરૂભાઇ પટેલે ગામની દરેક સંસ્થાઓએ બેંકમાં વિશ્વાસ રાખી અને ડિપોઝિટો મૂકવી જોઈએ તેના ઉપર ભાર આપ્યો હતો બેંકના વાર્ષિક સાધારણ સભાનું પ્રોસિડિંગ નું કામ મેનેજર નીલેશભાઈ ચાપાનેરી એ  સંભાળ્યું હતું. આ વખતે ધોરણ 12માં  ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડમાં પ્રથમ નંબરે આવનાર વિરમગામ ની કુ. તિથિ ડોડસેલભાઇ  પરીખને શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું સાથે સાથે  યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કોમર્શિયલ પાયલોટ બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર આપણા વિરમગામ તાલુકાના ધાકડી ગામ ની દીકરી કુ.ધ્વનિ જીતેન્દ્રકુમાર પટેલનું  સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સિધ્ધિ પ્રાપ્ત કરનાર દરેકને 5,001 નું રોકડ ઈનામ જાહેર કર્યું હતું સાથે સાથે તેમને આગળ અભ્યાસ કરવો હોય તો વગર વ્યાજની લોન પણ આપવાની જાહેરાત કરી હતી. દરેક સભાસદોના દીકરા દીકરી માંથી જો ગુજરાત બોર્ડમાં કે યુનિવર્સિટીમાં પહેલા બીજા નંબરે આવશે તો તેમનુ દર વખતે સન્માન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

(5:18 pm IST)