ધનસુરા-બાયડ રોડ નજીક હોટલના કંપાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો
ધનસુરા:ધનસુરા-બાયડ રોડ પર આવેલી દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલા ટેન્કરમાંથી અન્ય ટ્રકમાં ભરાતું હતું.તે દરમ્યાન રેડ કરી ટેન્કર તથા ટ્રક સહિત બાયોડીઝલ સાથે બે ઈસમોને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા નાઓએ બાતમીના આધારે પો.સ.ઈ વી.એસ.દેસાઈ તથા સ્ટાફના માણસોને ધનસુરાથી બાયડ જતા હાઈવે રોડ પર હીરાપુર ગામની સીમમાં આવેલ દર્શન હોટલ કંપાઉન્ડમાં બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ થતું હોવા અંગે રેડ કરતા હોટલ કંપાઉન્ડમાં આવેલ માધવ ટ્રેડીંગ નામની ટેન્કરમાં સરકાર દ્વારા નિયમન અને પેટ્રોલીયમ જવલનશીલ પ્રવાહી બાયોડીઝલ આશરે ૬ હજાર લીટર કિં. રૂ. ૪,૩૨,૦૦૦ તથા ટેન્કર કિં.રૂ.૫ લાખ તેમજ ટેન્કરમાંથી બાયોડીઝલ ભરવા આવેલ ટ્રક નં.જીજે.૮. ઝેડ. ૯૪૦૮ કિં. રૂ.૫ લાખ તથા મોબાઈલ નંગ-૧ કિં.રૂ.૨ હજાર મળી કુલ કિં. રૂ.૧૪,૩૪,૦૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો.