News of Friday, 26th June 2020
નવસારી ટોલનાકા પર લોલમલોલ: કર્મચારી માસ્ક અને હેન્ડ ગ્લોઝ વગર ફરજ પર હાજર !!
સરકારની ગાઈડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન : નવસારી ટોલનાકા પર શું કોરોના ફેલાય ના શકે ?
(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ: નવસારી જિલ્લામાં અનેક વાહનો રાજ્ય તેમજ રાજ્ય બાહરના પસાર થાય છે પણ ટોક લેનાર કર્મચારી માસ્ક વગર, નથી હેડગોલ્સ આ શું સરકારની ગાઈડ લાઈનનું પાલન છે કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ બેદરકારી કેટલી યોગ્ય ? નવસારી ટોલનાકા પર મહારાષ્ટ્ર તેમજ સુરત થી આવનાર વધુ હોઇ છે જ્યાં વધુ કોરોના કેસો છે પણ નવસારી ટોલનાકાના કર્મચારી નવસારીમાં કોરોના ફેલાવે તો નવાઈ નહી તેવી ચર્ચા છે સરકારી તંત્ર આ જગ્યા પર જઈ લટાર મારે તેવી માગ છે નવસારી તેમજ આજૂબાજૂના જિલ્લા માટે આ ગંભીર નોંધ તંત્ર લે આ ભુલ ભારે પણ ના બને તે માટે કાર્યવાહી કરવી જરૂરી છે પણ કયારે એ જોવાનું રહ્યુ
(9:56 pm IST)