ગુજરાત
News of Wednesday, 26th June 2019

દીપેશ અભિષેક હત્યા કેસની હવે સીબીઆઈને તપાસ સોંપવા કોર્ટમાં અરજી

મૃતકોના પિતા દ્વારા કેસની પુનઃ તપાસઅને સીબીઆઈને તપાસ સોંપવા સેશન્સ કોર્ટમાં અરજી

 

અમદાવાદઃ દીપેશ અભિષેક હત્યા કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ છે જેમાં મૃતકોના પિતા દ્વારા કેસની પુનઃ તપાસ અને સીબીઆઈને  તપાસ સોંપવાની માંગણી કરતી રજૂઆત કરવામાં આવી છે.

કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસ સામે મૃતકના પરિવારજનોએ સવાલ ઉભા કેરી અસંતોષ વ્યક્ત કરતા અરજીમાં રજૂઆત કરી છે. કે જે તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ યોગ્ય તપાસ નથી કરી માટે કેસના મોટાભાગના આરોપીઓ ફરાર છે.

માટે કેસની પુનઃતપાસ cbiને સોંપવામાં આવે તો આરોપીઓને સજા થાય અને અમને યોગ્ય ન્યાય મળે અમદાવાદ સેશન્સ કોર્ટ રિવિઝન અરજી 20 જુલાઈએ સુનવણી હાથ ધરાશે. કેસ માં અગાઉ મેટ્રો કોર્ટે પુન તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.

અત્રે  ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં જુલાઈ મહિનામાં શહેરના મોટેરા સ્થિત આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા દિપેશ અને અભિષેક નામના બાળકોની બાદમાં સાબરમતી નદીના પટમાંથી રહસ્મયરીતે અને વિકૃત સ્થિતિ માં લાશ મળી આવી હતી.જેને લઈ તેમના પરિવારજનોએ આસારામ અને આશ્રમ સત્તાવાળાઓ પર તંત્ર-મંત્ર વિદ્યા માટે બંને નિર્દોષ બાળકોની હત્યા કરાઇ હોવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા

(11:03 pm IST)