ગુજરાત
News of Wednesday, 26th June 2019

વલસાડના મગોદ દરિયા કિનારે અસંખ્ય મૃત માછલીઓ તણાઈ આવતા લોકોમાં નારાજગી

 

  વલસાડના મગોદના દરિયા કિનારા વિસ્તારમાં અસંખ્ય મૃત માછલીઓ મળી આવતા ચજીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે  ગામના લાંબા દરિયાકિનારા પર અસંખ્ય મૃત માછલીઓને જોતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

  દરિયા કિનારાના ગામોના લોકો મોટાભાગે માછીમારી પર નિર્ભર રહે છે. કિનારે અસંખ્ય મૃત માછલીઓને જોતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જોકે દરિયા કિનારે ઓઇલના ગઠા સહિત શંકાસ્પડ કેમિકલ પણ જોવા મળી રહ્યું હોવાથી દરિયામાં શંકાસ્પદ કેમિકલ અને પ્રદૂષણને કારણે માછલીઓના મોત થયા હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કર્યા છે.

(10:30 pm IST)