ગુજરાત
News of Wednesday, 26th June 2019

કુડા સામુહીક હત્યાકાંડ: ચૌધરી સમાજની સીબીઆઇ તપાસની માંગણી :ડીસામાં આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠાના લાખણી નજીક કુડા ગામે એક જ પરિવારના ૪ સભ્યોની હત્યાની ઘટનાને લઇ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહયો છે. બનાસકાંઠા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતુ કે, સામુહીક હત્યા ઘરના મોભીએ જ કરી છે. જેને ચૌધરી સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. ડીસા શહેર ચૌધરી સમાજ ઘ્વારા આ બાબતે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડીસાએ આવેદનપત્ર આપી ઘટતુ કરવા ન્યાયની માંગણી કરી છે.

  ગત 20 જૂનના રોજ લાખણીના કુડા ગામે એક જ પરિવારના ૪ લોકોની હત્યા કરાઇ હતી. જોકે પરિવારના મોભી કરશન પટેલનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થતા કેસ ઉકેલવામાં પોલીસ માટે ગુંચવણ ઉભી થઇ છે. જોકે, બનાસકાંઠા પોલીસે જણાવ્યું હતુ કે, સામુહીક હત્યા ઘરના મોભીએ જ કરી છે. જેથી ચૌધરી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.અને ડીસા ખાતે રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી સીબીઆઇ તપાસની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવાયુ છે કે, પોલીસ દ્વારા સમગ્ર કેસમાં ભીનું સંકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેથી સીબીઆઇ દ્વારા તટસ્થ અને ઉંડાણપૂર્વકની તપાસ થાય તે અંગે માંગણી કરવામાં આવી છે

(8:26 pm IST)