ગુજરાત
News of Wednesday, 26th June 2019

આંતરસુંબા પોલીસે મારામારીના ગુનાહમાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વોચ ગોઠવીને કપડવંજ બસ સ્ટેશન નજીકથી ઝડપ્યો

ખેડા: જિલ્લાના આતરસુંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સન ૨૦૧૬ની સાલમાં થયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી રોહિતનાથ ઉર્ફે આકાશ ઢાલનાથ મદારી (રહે.મદારીનગર, દહેગામ) છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરી રહ્યો હતો. રોહિતનાથ ગતરોજ કપડવંજ આવવાનો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી રોહિતનાથ ઉર્ફે આકાશ ઢાલનાથ મદારીને કપડવંજ બસસ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સીઆરપીસી કલમ ૪૧()(આઈ) મુજબ રોહિતનાથની અટકાયત કરી હાલ તેને આતરસુંબા પોલીસને સોપ્યો હતો

(5:25 pm IST)