ગુજરાત
News of Wednesday, 26th June 2019

સુરતની આયુષી દેસાઇ અને હિરેન જોશીની નેવીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં પસંદગી

સુરત: એક સમય એવો હતો કે ગુજરાતીઓ માટે એવું કહેવાતું કે તેમના લોહીમાં માત્ર વેપાર છે, ગુજરાતીઓ ક્યારેય દેશની સુરક્ષા માટેની ડિફેન્સ ફોર્સીસમાં જતા નથી. પરતું છેલ્લા કેટલાક વર્ષોમાં વાતને ગુજરાતીઓએ ખોટી પાડી છે. દેશની સરહદોની સુરક્ષા માટે અનેક ગુજરાતીઓએ પોતાના જીવની બાજી લગાવી શહાદત વ્યોરી છે. ત્યારે ગુજરાતના એક યુવક અને એક યુવતીની નેવીમાં પસંદગી થઇ છે. સુરતમાં અભ્યાસ કરતા આયુષી દેસાઈ અને હિરેન જોશીની નેવીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં પસંદગી કરાઈ છે. આગામી દિવસોમાં તેઓની કેરેલા ખાતે ટ્રેનીંગ શરુ થશે. આયુષી સુરતની પહેલી મહિલા છે જેની નેવીમાં પસંદગી થઇ હોય. સુરત ખાતે રહેતા આયુષી અને તેમના માતા-પિતાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. સાથે આયુષીએ પોતાના ભવિષ્યના સપના અંગે વાત કરી હતી.

દેશની સુરક્ષા કરતી અલગ અલગ એજન્સીઓની ભરતી હોય તો તેમાં ગુજરાતીઓ ભાગ નહીં લેતા હોવાની એક છાપ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતીઓએ છાપ તોડી છે. ત્યારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા આયુષી દેસાઈ અને હિરેન જોશીની ભારતીય નેવીમાં પસંદ થઈ છે. મહત્વનું છે કે આયુષી નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની છે. તો મૂળ પોરબંદરનો અને સુરતમાં અભ્યાસ કરતો હિરેન જોશી પણ નેવીમાં સિલેક્ટ થયો છે.

બંનેને નેવી દ્વારા 12 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. આયુષી અને હિરેને સર્વિસ સિલેકશન બોર્ડની લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. બંનેને નૌસેનામાં સબ લેફ્ટનન્ટની પોસ્ટ આપવામાં આવી છે. આયુષીની નેવલ આર્કિટેકચર તરીકે પસંદગી કરવામાં આવી છે, તો હિરેન લોજિસ્ટિક વિભાગમાં પસંદ કરાયો છે. બંને વિદ્યાર્થીઓ કોલેજમાં એનસીસી ટ્રેનિંગ લીધી હતી. અને સુરતના બંને વિદ્યાર્થીઓને 29 જૂલાઈએ કેરાલા ખાતે આવી નેવી એકેડમીમાં ટ્રેનિંગ લેવા માટે જશે.

આયુષી દેસાઈએકહ્યું હતું કે જણાવ્યું હતું કે, હું પહેલાથી અનુસાસનમાં રહેવા ટેવાયેલી છું. બાઈક પણ હેલમેટ પહેરીને ચલાઉ છું. જીમન્ટાસ્ટિક અને એનસીસીની ટ્રેનીંગને કારણે મેં દેશ માટે કઈ કરવાનું મન બનાવ્યું હતું, જયારે મને તક મળી તે તક ઝડપી લીધી. જ્યારે ઈન્ટરવ્યુ આપવાનું હતું ત્યારે મને અલગથી તૈયારી કરવાની જરૂર પડી નથી. કોલેજમાં એનસીસીની તાલીમ લીધી હતી. જેનો મને ફાયદો મળ્યો. મને ખુશી વાતની છે કે, નૈવીમાં પસંદ થનાર સુરતની પહેલી મહિલા છું. મને હંમેશા ગર્વ રહેશે.

પાંચ દિવસના ઈન્ટરવ્યુને સર્વિસ સિલેકશન બોર્ડ કહેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં મેન્ટલી, સાયકોલોજી અને ફિઝીકલી ટેસ્ટ લેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં જીવને લગતાં પ્રશ્નો, ફિલ્ડને લગતાં પ્રશ્નો, નેવીને લગતાં પ્રશ્નો અને જનરલ નોલોજના પ્રશ્નો પુછવામાં આવે છે. ઈન્ટરવ્યું આપનાર મિલેટ્રીમાં હોય તે રીતે રહેવું પડે છે. મહત્વનું છે કે ઈન્ટરવ્યુ માટે સમગ્ર ભારતમાંથી 800 ઉમેદવારો પસંદ થયા હતા. ભોપાલમાં 5 દિવસ સુધીના ઈન્ટરવ્યુ યોજાયા હતાં. તેમાંથી માત્ર પાંચ ઉમેદવારોને નેવી દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સુરતમાંથી બે વિદ્યાર્થીઓ પસંદ થયા હતાં.

આયુષીની નેવલ આર્કીટેક્ચર તરીકે પસંદગી કરવામાં આવી છે. અંગે તેને કહ્યું હતું કે મારું સપનું છે કે ભારતમાં હાલ મેક ઇન ઇન્ડિયા હેઠળ ડિફેન્સના સાધનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે જેવી રીતે આઈએનએસ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર છે, તેનાથી એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. વધુમાં આયુષીનું કહેવું છે, મહિલાઓ હવે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. ત્યારે નેવી જેવી ડિફેન્સ સર્વિસીસમાં પણ મહિલાઓ જોડાય તે જરૂરી છે.

આયુષીના પિતા દેવાંગ દેસાઈ અને જીજ્ઞા દેસાઈને પોતાની દિકરીની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. બંને કહ્યું હતું કે તેઓ ક્યારેય પોતાની બંને દિકરીઓને કોઈ પણ કામ કરતા રોકી નથી. જ્યારે આયુષીએ નેવલની પરીક્ષા આપી ત્યારે પણ તેની સાથે હતાં, અને હવે તેની પસંદગી થઇ ગઈ છે. ત્યારે એટલા માટે ખુશ છીએ કે દેશ માટે અમારી દીકરી કામ કરશે.

પોરબંદરના હીરેન જોષીએ પણ જણાવ્યું હતું કે, નેવીમાં જવાની ખૂબ ઈચ્છા હતી કારણ કે તેના પિતા આર્મીમાં છે, અને તેથી કોલેજમાં એનસીસીની ટ્રેઈનીંગ લીધી હતી. મને નેવી ખુબ પસંદ છે. નેવી માટે કહેવાય છે an ocean of opportunities એટલે કે તકોનો સમુદ્ર. જે સમુદ્ર વિશાળ છે તેમાં રહેલી તકો પણ વિશાળ છે. મને ખુશી છે કે હું તેનો ભાગ બન્યો છું. પાંચ દિવસના ઈન્ટરવ્યુમાં દરેક પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતાં. ખાસ કરીને તેઓ સ્ક્રીનિંગ ટેસ્ટ પર વધારે ધ્યાન આપે છે. દરેક પ્રકારના ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે. સ્પીચ ટેસ્ટ પણ લેવામાં આવે છે. કોઈ એક શબ્દ પરથી તરત લખીને સ્પીચ તેયાર કરવાની હોય છે.

પરીક્ષા પણ ખુબ અઘરી હોય છે.

નેવીની પસંદગી માટે સર્વિસ સિલેકશન બોર્ડની પરીક્ષા આપવી પડે છે. પાંચ દિવસના ઈન્ટરવ્યું સૌથી મહત્વનો હોય છે. જેમાં એલાર્મ વગર વહેલી સવારે 5.30 વાગ્યે ઉઠી જવાનું હોય છે. જે એક્ટિવીટી જે ઉમેદવારેને આપવામાં આવે છે, તે તમામ પર બાજ નજર રાખવામાં આવે છે. ફિઝીકલ ટેસ્ટમાં 13 અલગ અલગ ઓબસ્ટ્રીકલ હોય તેમાં રનિંગ, જમ્પિં, રોપ, સ્વિમિંગ જેવી એક્ટિવીટી કરાવાવમાં આવે છે. ગ્રાઉન્ડ ટેસ્ટ સરળ હોય છે. ત્યારબાદ પાંચમાં દિવસે કોન્ફરસમાં બેસાડી જે સિલેકટ થાય તેનું નામ જાહેર કરવામાં આવે છે. ટેસ્ટ ખુબ અઘરા હોય છે. એટલા માટે ઈન્ડિયામાંથી માત્ર 5 લોકોજ સિલેક્ટ થયા છે.

(5:06 pm IST)