ગુજરાત
News of Wednesday, 26th June 2019

સુરતના કતારગામમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ : ફેક એકાઉન્ટ બનાવીને યુવતીના ફોટા વાયરલ કરનાર આરોપી ઝડપાયો

સુરતના કતારગામ મા સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરીને યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને ફોટા વાયરલ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે

મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારની એક યુવતીને ઇન્સ્ટાના પેજ ઉપર યુવક સાથે મિત્રતા કેળવી હતી પણ પછીતી આ મિત્રતા કેળવવી યુવતીને ખૂબ ભારે પડી ગઈ હતી.

 વાત ત્યારે વધુ વણસી ગઈ જયારે યુવતિએ ચેટિંગ દરમ્યાન શેર કરેલા ફોટાઓ રોમિયોએ ફેક એકાઉન્ટ બનવી વાયરલ કાર્ય હતા.હાલ તો કતા રમગામ પોલીસે રોમિયોના સેલફોન નંબરના આધારે તેની ધરપકડ કરી છે 

પણ અહીં યાદ રહે કે,ડીઝીટલાઇઝેશન તરફ વધી રહેલા આ યુગમાં દરેકે જણાઓએ  સાવધાન અને સતર્ક રહેવું સતત જરૂરી બન્યું છે.ઉપરાંત તમારી અંગત માહિતી પણ ક્યારેય કોઈને પણ શેર  ન કરવી જોઈએ.

(2:49 pm IST)