News of Wednesday, 26th June 2019
નસાવડી તાલુકાની બીએસએનએલ કચેરીને તાળા લાગ્યા પાંચ વર્ષથી ભાડું નહીં ચુકવતા મકાનમાલિકે તાળું માર્યું
નસવાડી તાલુકાની બી.એસ.એન.એલ ઓફીસને તાળા લાગ્યા. બીએસએનએલની ઓફિસ જે ખાનગી મકાનમાં ચાલી રહી હતી તેનું છેલ્લા પાંચ વર્ષનું ભાડુ નહીં ચૂકવતા મકાન માલિકે ઓફિસને તાળા મારી દીધા હતા.
ઓફિસની તાળાબંધીને કારણે કર્મચારીઓને ઓફિસની બાહર બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ ઘટના બીએસએનએલની કથળતી સ્થિતિની ચાડી ખાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
(1:39 pm IST)