ગુજરાત
News of Wednesday, 26th June 2019

શામળાજી પોલીસ સપાટો : માત્ર 12 કલાકમાં ત્રણ ટ્રકમાંથી 41.70 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : બુટલેગરોમાં ફફડાટ

ત્રણ ટ્રક સહીત 68 લાખના મુદામાલ સાથે ચાર શખ્શોને ઝડપી લેવાયા

અરવલ્લી : શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સતત પેટ્રોલિંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી ૧૨ કલાકના ટૂંકા સમય ગાળામાં ત્રણ ટ્રકમાંથી .૪૧.૭૦ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ૬૮ લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ૪ શખ્શોને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીમાં અને મદદગારી કરનાર શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વડોદરાના જુબેર, ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ અને અન્ય એક અજાણ્યા બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ શામળાજી પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો

 અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા સેફ હેવન માનવામાં આવે છે શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ કેતન વ્યાસ અને તેમની ટીમે મંગળવારે ચેકપોસ્ટ નજીકના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ત્રણ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા વિદેશી દારૂ ક્યાં રાખવો તેની મૂંઝવણમાં મુકાવવું પડ્‌યું હતું. અણસોલ ગામની સીમમાંથી વડોદરાના જુબેર નામના બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ બુટલેગર પાસે પહોંચે તે પહેલા શામળાજી પોલીસે મીની ટ્રક (ગાડી.નં-સ્ૐ૧૩ઝ્રેં૦૩૫૫) માં ભરેલી વિદેશી દારૂની ૧૭૪ પેટી બોટલ નંગ-૩૩૩૬ કીં.રૂ.૬૭૨૦૦૦/ તથા ટ્રકની કીં.રૂ.૧૦૦૦૦૦૦, મોબાઈલ-૧ મળી કુલ રૂ.૧૬૭૨૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પુષ્કર રૂપલાલ ડાંગી (રહે,ગુડલિ-નાથદ્વારા) ની ધરપકડ કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ૧)અસલમ પઠાણ, (રહે.મલ્લા તલૈય-ઉદેપુર,૨)ગોપાલ મોહન ટાંક (રહે,પુલા-ઉદેપુર) અને બરોડાના જુબેર નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા

  રતનપુર ચેકપોસ્ટ નજીક ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ નામના બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂની મીનીટ્રક શામળાજી પોલીસે ઝડપી પાડી ટ્રક (ગાડી.નં.ઇત્ન૨૭ય્મ્૨૯૯૨) માં સંતાડેલ વિદેશી દારૂ પેટી-૪૪ બોટલ નંગ-૨૨૦૮ કીં.રૂ.૨૨૦૮૦૦ સાથે સુરેશ નારાયણ મેઘવાલ અને ચંદ્રપ્રકાશ ચંપકલાલજી સાલવીને દબોચી લઈ મીની ટ્રકની કીં.રૂ.૮૦૦૦૦૦ તથા મોબ.નંગ-૨ મળી કુલ રૂ.૧૦૨૨૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર સોનપુરી ગોસ્વામી અને પવન જાટ (બંને,રહે.ઉદેપુર) અને વિદેશી મંગાવનાર ડાકોરના કાંતિ ઉર્ફે રાજુ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બે ટ્રકમાંથી દારૂ ઝડપાયેલ દારૂ ગણવાની કામગીરી ચાલુ હતી ત્યારે પીએસઆઈ કેતન વ્યાસે વેણપુર ગામ નજીક પશુ આહાર ભરી પસાર થતી ટ્રક (ગાડી.નં-ૐઇ૧૫દ્ભ૧૪૫૯) ને અટકાવી તલાસી લેતા પશુ આહારની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટી-૬૩૬ કુલ બોટલ નંગ-૭૬૩૨ કીં.રૂ.૩૨૭૮૪૦૦ નો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક સોમવીર સુભરામ જાટ (રહે,ભેંજુઆ-હરિયાણા) ની ધરપકડ કરી ટ્રકની કિં.રૂ.૧૦૦૦૦૦૦ તથા મોબાઈલ-૧ કીં.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૪૨૭૮૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યો મોબાઈલ ધારક અને વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના ભેંજુંઆના બુટલેગર પવન હોશિયાર સીંગ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:00 pm IST)