News of Wednesday, 26th June 2019
અમદાવાદમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર રાજુ ભીલની ધરપકડ
લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ દુષ્કર્મ આચરતો
અમદાવાદના સાબરમતીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવાની ઘટનાની ફરિયાદ બાદ ડીએનએ ટેસ્ટના રિપોર્ટને લઇને રાજુ ભીલની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખુલવા પામેલ વિગત મુજબ માનસિક અસ્થિર યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ જતો હતો. વારંવાર દુષ્કર્મ આચરતા યુવતીને 3 માસનો ગર્ભ રહી ગયો હતો
યુવતીના પરિવારજનોને શંકા જતા તબીબી તપાસ કરાવી હતી. યુવતીની મેડીકલ તપાસ બાદ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો
.આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ રાજુ ભીલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
(10:25 pm IST)