ગુજરાત
News of Wednesday, 26th June 2019

રણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો

 

દેશનાં જાણીતા ટાઈગર રિઝર્વ્સમાંથી એક રણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.

  એક ન્યૂઝ એજન્સીએ ફોટા રજૂ કર્યા છે.જેમાં નાનકડા વાઘનાં બચ્ચાઓ માતા સાથે દેખાઈ રહ્યા છે અને માતા વાઘ સાથે મસ્તી કરી રહ્યા છે. એક ફોટામાં ગરમીથી બચવા માટે માતા વાઘ સાથે પાણીમાં આરામ કરતાં દેખાઈ રહ્યા છે.તો અન્ય ફોટામાં ત્રણેય બાળકો માતા વાઘ સાથે પાણીમાં બેઠેલાં દેખાઈ રહ્યા છે તો બીજા ફોટામાં વાઘનાં બચ્ચાઓ માતા સાથે જંગલમાં ફરી રહેલાં દેખાઈ રહ્યા છે.

 રણથંભોર વાઘને તેના નેચરલ હેબિટેટમાં જોવા માટેની જગ્યાઓમાંથી એક છે. વાઘની બસ એક ઝલક મેળવવા માટે દર વર્ષે અહીં લાખો ટુરિસ્ટો આવે છે. ટાઈગર સિવાય અહીંયા ચિત્તા, ભાલુ સહિત અન્ય પ્રજાતીઓનાં પશુ-પક્ષીઓ જોવા મળે છે

(10:43 pm IST)