ગુજરાત
News of Wednesday, 26th June 2019

લાખણીના આગથળાના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર

 

બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યાના બનાવોમાં વધુ એક બનાવનો સમાવેશ થયો છે. લાખણીના આગથળા ગામે એક 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે આગથળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

લાખણીના આગથળા ગામે મંગળવારે એક 18 વર્ષિય આશાસ્પદ યુવાને ગામની ગૌચર જમીનમાં ઝાડાની ડાળી પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ મૃતકનું નામ શૈલેષ ઠાકોર છે અને તેના વિરૂધ્ધ થોડાક સમય અગાઉ સગીરના અપહરણનો ગુનો પણ નોંધાયેલ હતો.

શૈલેષ ઠાકોરની અચાનક આત્મહત્યાથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. ઘટનાની જાણ થતા આગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ. અર્થે લાખણી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

(11:01 pm IST)