ગુજરાત
News of Wednesday, 26th June 2019

સ્ટેટ મોનીટરીંગ સેલનો અરવલ્લીના રીંટોડા ગામે દરોડો બુટલેગરના ઘરમાંથી 3,32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બંને બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટ્યા

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલે જીલ્લા પોલીસતંત્ર અને ભિલોડા પોલીસતંત્રને ઉંઘતા રાખી રીંટોડા ગામે ઈશ્વર ગોબર વણઝારા નામના બુટલેગરના રહેણાંક મકાનમાંથી 3.32 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

  ભિલોડા પોલીસે રીંટોડા ગામે રાત્રીના સુમારે ત્રાટકી શ્રવણ દેમાજી વણઝારાના નવીન મકાનની બાજુમાં જમીનમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ-૯૭ કિં.રૂ.33,330 અને ધોલવાણી ત્રણ રસ્તા પાસે આવેલી સમ્રાટ હોટલ પાછળ રમેશ ગોબરભાઇ વણઝારાએ વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-160 કિં.રૂ.67,600૦નો દારૂ જપ્ત કર્યો હતો. જોકે બંને બુટલેગરો પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

 બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે ભિલોડા તાલુકાના રીંટોડા ગામે વણઝારા વાસમાં ત્રાટકી ઈશ્વર ગોબરભાઇ વણઝારાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર સંતાડીને રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-1126 કિં.રૂ.3,32,900નો જથ્થો જપ્ત કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ.કો.નરવતસિંહ શ્રવણભાઇની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ઈશ્વરભાઈ ગોબરભાઇ વણઝારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(8:51 pm IST)