ગુજરાત
News of Wednesday, 26th June 2019

રાજ્યમાં ચોમાસાનો જામતો માહોલ :બપોર સુધીમાં 39 તાલુકાઓમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ

તાપીના સોનગઢમાં ત્રણ ઇંચ,ડેડીયા તાલુકામાં અઢી ઇંચ વરસાદ :રાજ્યના કુલ 113 તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી

રાજયમાં ૩૯ તાલુકાઓમાં સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અડધા ઇંચ થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધી અને ૨૩ તાલુકામાં અડધા ઇંચથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. બપોર સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૬૭ મી.મી. એટલે કે પોણા ત્રણ ઇંચ જેટલો અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૬૪ મી.મી. એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુન ૨૦૧૯ના રોજ સવારે ૬.૦૦ કલાકથી બપોરે ૨.૦૦ કલાક સુધીમાં ૧૧૩ તાલુકાઓમાં કયાંક વધુ તો કયાંક અમી છાંટણા પડ્યા હતા

(7:38 pm IST)