ગુજરાત
News of Monday, 25th June 2018

વડોદરામાં પાણીમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત ;કાર પાર્ક કરીને નીચે ઉતરતી વેળાએ પાણીમાં પગ મુકતા જ વીજકંરટ

ઓલ માઈટી એવન્યુ સોસાયટીમાં કરુણાંતિકા સર્જાઈ :સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા

 

વડોદરાઃ વડોદરામાં એક તરફ વરસાદે મહેર કરી છે ત્યારે બીજીતરફ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે વડોદરામાં જીઈબીના થાંભલામાંથી કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યા છે. ઘર પાસે કાર પાર્ક કરીને નીચે ઉતરતી વખતે વીજ કરંટ લાગ્યો છે. પાણીમાં કરંટ હોવાથી બે લોકોને નીચે પગ મુકતા કરંટ લાગ્યો હતો અને તેમના મોત નિપજ્યા છે

 

  જાણવા મળ્યા મુજબ ઘટના રાજેશ ટાવર પાસે આવેલા ઓલ માઈટી એવન્યુ સોસાયટીમાં બની છે. જ્યાં કરંટ લાગવાથી એક મહિલા અને એક પુરૂષનું મોત થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. લોકોમાં જીઈબીની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે. પાણીમાં કરંટ હોવાથી અંગેની ફરિયાદ જીઈબીને કરાઈ હતી પરંતુ તેમ છતાં પાવર બંધ કરતા ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે.

(12:13 am IST)