News of Friday, 26th May 2023
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખૂલી ગઈ : રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી
ગુજરાત યુનિવર્સિટી રોડ પાસે તેમજ મક્તમપુરા લાલીવાલા ફાર્મ નજીક RCC રોડ પર કાર ખાડામાં ગબડી
અમદાવાદ : શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખૂલી હતી. જેમા ગુજરાત યુનિવર્સિટી રોડ પાસે વરસાદને કારણે રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી હતી. મક્તમપુરા લાલીવાલા ફાર્મ પાસે RCC રોડ પર કાર ખાડામાં ખાબકી હતી. જેને ભારે જહેમત બાદ ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
(11:29 pm IST)