ગુજરાત
News of Friday, 26th May 2023

રાજપીપળા કાછીયાવાડમાં રાત્રે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા 15 પશુનો આબાદ બચાવ

- વીજ પોલ ઉપર સ્પાર્ક થયા બાદ વાયર તૂટી પડતાં ઘાસમાં આગ લાગી હતી ત્યાં બાંધેલા ગાય,ભેંસને સ્થાનિકોએ છોડી મૂકતા બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરનાં કાછીયાવાડ વિસ્તારમાં બુધવારે રાત્રે અચાનક આગની ઘટના બનતા રાજપીપળા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ આગમાં મૂંગા પશુઓનો આબાદ બચાવ થયો હતો

  મળતી માહિતી અનુસાર કાછીયાવાડ વિસ્તારમાં આવેલા વીજ કંપનીનાં પોલ પરથી જતા વાયરોમાં બુધવારે રાત્રે અચાનક સ્પાર્ક થયા બાદ વાયર તૂટી જતાં કરંટ યુક્ત વાયર નીચે પશુઓ માટે મૂકેલા ઘાસમાં પડતા આગ લાગી હતી જોકે સ્થાનિક રહીશો આ બાબત જાણી જતા ત્યાં બાંધેલા પંદરેક જેવા મૂંગા પશુઓમાં ગાય અને ભેંસને ખીલેથી છોડી મૂકતા મૂંગા પશુનો આબદ બચાવ થયો હતો જો સ્થાનિકોએ સમયસૂચકતાનાં વાપરી હોત તો મૂંગા પશુ આગમાં ભડતું થઈ ગયા હોત અથવા ગંભીર રીતે દાઝી જાત આગની ઘટનાની જાણ થતાં જ લોકટોળા ભેગા થયા હતા જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.

(10:16 pm IST)