વડીયા ગામે લગ્ન નક્કી થતા પહેલાજ લગ્ન કરવા માટે પોલીસની ધમકી આપનાર પાચ મહિલાઓ સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલા વડીયા ગામમાં લગ્ન નક્કી કર્યા પહેલાજ છોકરી પક્ષની પાચ મહિલાઓએ છોકરાનાં ઘરે જઈ લગ્ન માટે દાદાગીરી કરતા ગુનો દાખલ થયો છે
મળતી વિગતો અનુસાર સવિતાબેન દલપતભાઈ વસાવા રાજનગર રો હાઉસ સોસાયટી રાજપીપલાનાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના દિકરા સંજયની પત્નિ ગુજરી જવાથી અને દામ્પત્ય જીવનથી એક બાળકી હોય જે બાળકીની સારસંભાળ અને સમયસર જમવા મળે તે માટે બીજા લગ્ન કરવા માટે છોકરીની શોધમા હતા એ દરમિયાન ઓળખીતા હિતેક્ષાબેન નરસિંહભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાને જોઈને પોતાના માતા પિતાને બધાને પસંદ આવે તો લગ્ન કરવાની વાત કરેલ તેવા માં હિતેક્ષાબેન બિમાર થતા પોતાની માતા ૫દુબેન નરસિંહભાઈ વસાવા સાથે રાજપીપલા દવાખાનામા આવેલ ત્યારે તેમણે સંજયને પ્રતાપપુરા ગામે જવા માટે કોઈ બસ કે ખાનગી વાહન મળતુ ન હોય અને પોતે બિમાર હોવાથી ગાડી લઇ મુકવા માટે આગ્રહ કરતા સંજય તેમને છોડવા માટે ગયા હતા જેથી સંજયનું માતાએ દિકરાને સામસામે ચાંદલો કરી સગાઇ નક્કી થયા પછી જ એક બીજાના ઘરે જવા માટેનો સમાજનો રિવાજ હોવાનું જણાવતા તેણે આ છોકરી સાથે વાતચીત બંધ કરતા સામા પક્ષને લાગ્યું કે પરિવારના સભ્યોનો ફોન ઉપાડતા નથી જેની રીશ રાખી તા.૧૭/૦૭/૨૦૨૧ના દિવસે (૧) હર્ષદાબેન તે શાતિલાલ વસાવા(રહે. રાજ નગર રો હાઉસ સોસાયટી રાજપીપલા )(ર) હિતેક્ષાબેન નરસિંહભાઈ વસાવા (૩) ૫દુબેન નરસિંહભાઈ વસાવા તથા બે અજાણી મહિલાઓએ એકસંપ કરી પોતાનો ઇરાદો પાર-પાડવા માટે બે એક્ટીવા ઉપર આવી સંજયભાઈનાં મકાનમા ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરી ક્યાં ગયો સંજય તેમ કહીને ગમેતેમ ગાળા બોલી ટેબલ પર મુકેલ ઘડીયાળનો કાચ તોડી નાખી નુકશાન કરી સંજયભાઈ ને જલ્દીથી મેરેઝ કરાવી આપો નહી તો પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવવો પડશે તેમ જણાવી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે પાચ મહિલાઓ સામે ગુનો દાખલ કર્યો છે.