ગુજરાત
News of Friday, 26th May 2023

નર્મદા જિલ્લાનું ધોરણ-10 નું માત્ર 55.49 ટકા પરિણામ જયારે રાજ્યનું 64.62 ટકા પરિણામ

નર્મદા જીલ્લાના ઉતાવળી કેન્દ્રનું સમગ્ર રાજ્યમાં સહુથી ઓછુ માત્ર 11.94 ટકા પરિણામ: રાજ્યમા સહુથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે જ્યારે બીજો નંબરે નર્મદા જીલ્લો છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી.જેમાં બોર્ડનાં નોટિફિકેશન મુજબ ધોરણ 10 ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટરનલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક જાન્યુઆરીમાં લેવાયું હતું. ત્યારે આજરોજ જાહેર થયેલા રાજ્યના પરિણામોમાં નર્મદા જિલ્લાનું ધોરણ- 10નું 55.49 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર આવ્યું છે, આ કેન્દ્રનું પરિણામ 95.92 ટકા આવ્યું છે બીજી તરફ સૌથી ઓછું પરિણા ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર છે,આ કેન્દ્રનું પરિણામ 11.94 ટકા આવ્યું છે.રાજ્યની 272 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે,ત્યારે 157 શાળાઓનું 0 ટકા પરિણામ પણ આવ્યું છે,નર્મદા જીલ્લામા કુલ 6898 વિધાર્થીઓ એ ધો 10 બોર્ડની પરિક્ષામાં નોંધાયા હતા જે પૈકી 6799 એ પરિક્ષા આપી હતી. જેમાથી માત્ર 55.49 ટકા વિધાર્થીઓ પાસ થયા છે.જે ચિંતા નો વિષય બન્યો છે.

(10:09 pm IST)