ગુજરાત
News of Friday, 26th May 2023

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો ;અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી

ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી, થરાદ, વાવ સહિતના વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી, થરાદ, વાવ સહિતના વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં પવન ફૂંકાવવાનું શરૂ થતાં વાતાવરણ ધૂંધળું થયું હતું. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.

 

(9:39 pm IST)