ગુજરાત
News of Thursday, 26th May 2022

મહેસાણામાં પત્‍નીએ અન્‍ય યુવતિ સાથેના પતિના સંબંધની શંકામાં ભાઇ સાથે મરી કુખ્‍યાત ગોપાલ ઠાકરની હત્‍યા કરી

મહેસાણાના ગોપીનાળા વિસ્‍તારમાં મરનારની ધાક હતીઃ અનેક ગુન્‍હામાં જેલમાં પણ ગયો હતો

મહેસાણાઃ મહેસાણાના ગોપીનાળા વિસ્‍તારમાં પતિ-પત્‍નીના અવારનવાર ઝઘડાના કારણે પત્‍નીએ અન્‍ય યુવતિ સાથેના સંબંધની શંકાને લઇ ભાઇ સાથે મળી અનેક ગુન્‍હામાં સંડોવાયેલા કુખ્‍યાત ગોપાલ ઠાકોરને પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતાર્યો છે. મરનાર હત્‍યાનો પ્રયાસ, બળાત્‍કાર અને ખંડણી માંગવાના ગુન્‍હામાં અનેક વખત જેલમાં ગયેલો છે.

'પતિ, પત્ની અને વો'ના કિસ્સામાં મહેસાણામાં એક પત્નીએ પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પતિના અન્ય યુવતી સાથેના સંબધના વહેમને લઇ પત્નીએ પોતાના ભાઈ સાથે મળી પતિ ન હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પતિ સાથે અન્ય યુવતી સાથે સંબધને લઈને થયેલો ઝગડો એટલો ઉગ્ર બની ગયો કે પત્નીએ પહેલા પતિનો હાથ ભાંગી નાખ્યો અને ત્યારબાદ પત્ની અને સાળાએ પતિને છરીના ઉપરા ઉપરી 10થી વધુ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ઘટનાસ્થળે જ પતિનું મોત થઈ ગયું હતું. તો પત્ની અને તેનો ભાઈ હત્યા નિપજાવ્યા બાદ પોલીસ સ્ટેશન જાતે જ હાજર થઈ ગયા હતા.

ગોપાલ ઠાકોર. આ નામ કદાચ ભાગ્યેજ મહેસાણામાં કોઈ એવું હશે કે જેને નહીં સાંભળ્યું હોય. મહેસાણાના ગોપીનાળા વિસ્તારમાં ગોપાલ ઠાકોરના નામની એક સમયે ભારે ધાક હતી.  તેની સામે મારામારી અને હુમલો કરવાના અનેક ગુના નોંધાયેલા છે. આ કારણે ગોપાલ ઠાકોરનો એક સમયે મહેસાણામાં સિક્કો ચાલતો હતો. પણ કુખ્યાત એવા ગોપાલ ઠાકોરનો કરુણ અંજામ આવ્યો છે. તેની હત્યાને બીજા કોઈએ નહિ પણ તેની જ પત્ની ક્રિશ્ના ઠાકોર અને સાળા સુરેશ ઠાકોરે અંજામ આપ્યો છે. ગોપાલ ઠાકોર અન્ય યુવતી સાથે આડા સંબધના વહેમને લઇ અને પોતાના પતિ ગોપાલ ઠાકોરને યુવતી સાથે સંબધ તોડી નાખવા લાંબા સમયથી દબાણ કરતી હતી. પણ ગોપાલ ઠાકોરે  સંબધ ચાલુ રાખતા હોવાની જાણ થતાં પત્ની ક્રિશ્ના ઠાકોરે પોતાના ભાઈ સુરેશ ઠાકોરની મદદ લીધી અને પોતાના જ પતિને સ્વધામ પહોંચાડી દીધો છે.

ગોપાલ ઠાકોર અનેક ગુનામાં સંડોવાયેલો હતો. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર અને ખંડણી માગવાના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. માથાભારે કહી શકાય તે પ્રકારની પ્રકૃતિ ધરાવતો ગોપાલ ઠાકોર અનેક વખત જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. ગોપાલની છાપ ખૂબ ખરાબ હોવાને કારણે તે પોતાની મનમાની કરવા ટેવાયેલો હતો. જો કે ગોપાલ ઠાકોરના તમામ કૃત્યમાં સાથ આપનાર પત્ની ક્રિશ્ના ઠાકોર ગોપાલના અન્ય યુવતી સાથેના સંબધ હોવાનું જાણી હચમચી ઉઠી હતી. જે બાબતને લઈને સોમવાર મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે યુવતીને લઈને ઝગડો થયો. આ જગડામાં ઉશ્કેરાયેલા ગોપાલે પોતાની પાસેની છરી પત્નીને મારવાનો પ્રયાસ કર્યો. જો કે તે સમયે ક્રિશ્ના ઠાકોરનો ભાઈ સુરેશ આવી જતા ભાઈ બહેને ભેગા મળી ગોપાલ ઠાકોરને પાઇપનો ફટકો મારી હાથ ભાંગી નાખ્યો હતો. ત્યારબાદ બંને ભાઈ બહેન છરી વડે ગોપાલ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઇજા થવાને કારણે ગોપાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

(5:07 pm IST)